રોજને રોજ તને હું કહેતોને કહેતો રહું રે પ્રભુ
કહેતોને કહેતો રહું રે પ્રભુ, નવું તો એમાં કાંઈ નથી
અટક્યો નથી તને કહેતાં, કહેતોને કહેતો રહું છું રે પ્રભુ
પડી ગઈ છે આદત કહેવાની, તારી સાંભળવાની બદલી એમાં થઈ નથી
વિશ્વાસ ને ભાવની ભરતી ઓટ, ચડતી રહે હૈયે રે પ્રભુ
મોજા તને કહેવાના રે પ્રભુ, ઉછળ્યા વિના એ તો રહ્યાં નથી
કરુણાસાગર કહું, કૃપાસાગર કહું, ફરક તને પડતો નથી રે પ્રભુ
તું જે દેવાનું છે રે જીવનમાં, દીધા વિના એને રહેવાનો નથી
તારી સૃષ્ટિ ચલાવે છે, ચલાવે છે તારી રીતે તો તું પ્રભુ
દુઃખ દર્દની હસ્તી એમાં, સ્વીકાર્યા વિના એમાં રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)