ઊઠ કહેતાં તું ઊઠીશ, ને બેસ કહેતાં તું બેસીશ (2)
પડી જાશે હાથ જીવનમાં જ્યાં તારા હેઠા,
જીવનમાં બીજું તું શું કરીશ
જીદમાંને જીદમાં છૂટતા ગયા હાથથી કંઈક મોકા,
રડીને ફાયદા હવે તું શું કરીશ
આવક કરતા ગજા બહાર કરતો રહીશ,
ખર્ચ જ્યાં તું કેમ કરીને એને તું પહોંચીશ
ખોટીને ખોટી ગણતરીઓમાં રાચી,
ખોતોને ખોતો જીવનમાં તો જ્યાં તું રહીશ
ખોલ્યા કંઈક જુગાર જીવનના, જીવનમાં તારા,
પડયા ના પાસા સીધા, હવે બમણું રમીને શું કરીશ
લોભ લાલચની માત્રા રાખીના જીવનમાં,
કાબૂમાં સાથ તૂટતા ગયા, એકલતા વિના શું મેળવીશ
પ્રેમને હડસેલીને જીવનમાં,
જીવનના આનંદથી તો તું વચિંતને વચિંત તો રહીશ
રહી રહીને ભી જો જાગી જાશે વેર,
કે શંકા તારા હૈયે, બધું જીવનમા તું ખોઈ બેસીશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)