Hymn No. 4825 | Date: 23-Jul-1993
|
|
Text Size |
 |
 |
આવો આવો આવો તમે રે આવો રે પ્રભુ, હૈયે તમે મારા તો પધારો રાહ જોઈ રહ્યું છે આતુરતાથી હૈયું મારું રે પ્રભુ, હૈયે હવે તમે આવોને આવો જોવરાવો ના હવે રાહ તો વધુ પ્રભુ, પ્રેમથી મારા હૈયે તમે પધારો ને પધારો પડવા દઈશ ના અગવડ તમને રે હૈયાંમાં પ્રભુ, વહેલા વહેલા તમે રે આવો તારા વિના છે સૂનું હૈયું રે મારું, મારા હૈયાંને નંદનવન તમે રે બનાવો રોકાશો ના તમે, સીધા આવજો મારા હૈયે, ખાલી હૈયાંમાં તમે હવે તો પધારો આવીને હૈયે મારા રે પ્રભુ, સુખ શાંતિનું સામ્રાજ્ય હૈયાંમાં ત્યાં તો સ્થાપો મારા હૈયાંમાં વસી, હૈયાંને અપનાવી, સાથે મને પણ, તમે રે અપનાવો રહી ગઈ આ એક આશ અધૂરી, કરવા એને રે પૂરી, હૈયે હવે તમે પધારો જોઈતું નથી કાંઈ બીજું મારે, આવી વસો મારા હૈયે, તમે હવે તો આવો શેની રાહ જુઓ છો તમે, હવે તો આવોને આવો, બહાના હવે ના કાઢો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|