લઈ લીધું, ને લઈ લીધું, (2) પુછયું ના, તેં જાણ્યું ના, કોણે તને એ દઈ દીધું
કેમ મળ્યું, તને કેટલું મળ્યું, તને કેવું મળ્યું, તને ના એ તો તેં તો જોયું
કરવું શું રે એનું, કેમ કરવું રે એનું, ના કાંઈ એના પર તો તેં વિચાર્યું
રહેશે પાસે, ક્યાં સુધી રહેશે સાથે, તો કેવું રહેશે ના રહેશે, કદી ના એ વિચાર્યું
લેનાર લેશે પાછું એ ક્યારે, લેશે કે ના એ લેશે, કદી ના એ તેં જાણ્યું
હવે માની લીધું એને તો તેં તારું, લાગશે દેતા પાછું તને તો અકારું
કરી દીધી હાલત તેં એની સારી કે નરસી, પાછું વળી ના એમાં તેં જોયું
કર્યો ઉપયોગ તેં એનો રે જેવો, તને એવું એ તો દેતું ને દેતું ગયું
જાણી લે હવે તો તું, શું કરવા દીધું, શાને દીધું, તેં એનું તો શું કર્યું
દેનારે તને તો દીધું, એને તેં તો શું દીધું, બસ તેં તો લઈ લીધું, લઈ લીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)