Hymn No. 4833 | Date: 25-Jul-1993
|
|
Text Size |
 |
 |
હાથતાળી આપી નટખટ નટવર નંદકિશોર, હાથતાળી આપી ચાલી જાય છે ઊંઘમાંથી ઉઠાડી જીવનમાં એ તો, સૂતેલાને જગાડતો ને જગાડતો જાય છે જાગો ના જાગો જીવનમાં જરા તો જ્યાં, અલોપ ત્યાં એ તો થઈ જાય છે રહ્યો ના સ્થિર એ કદી, રહેવાનો ના સ્થિર કદી, વાંકીચૂંકી ચાલમાં સહુને લપેટતો જાય છે કદી એની બંસરીની ધૂનમાં, સહુને ઘેલા બનાવી, સહુને ઘેલો કરતો જાય છે છોડયું ભલે એણે જગને, ભૂલે ના એ તો કોઈને, રાધા પાસેથી ના એ હરી જાય છે બન્યો એ જશોદાનો લાલ, નટખટ નંદકિશોર, જગમાં એ તો કહેવાય છે કાલિંદીના તીરે, યમુનાના તટ પર, કદમ વૃક્ષ નીચે, રાસ રચતો એ જાય છે એવા એ કાલિંદીના તટ પર, બાળગોપાળ ને વ્રજબાલાઓ સંગ, રાસ રમતો જાય છે જુએ ને મહાણે રાસ જીવનમાં જ્યાં આ, ત્રિભુવનના આનંદ બીજા ફિક્કા પડી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|