છે જિંદગી તો દુઃખથી ભરેલી રે પ્રભુ, એક હોય તો તને રે કહું
ચાહું છું જીવનમાં રે હું તો એને દૂર કરું, કાં તો સહન એને તો કરું
જીવનમાં તો જ્યાં એક દૂર કરું, નવા સ્વરૂપે, નવી રીતે, આવી રહે એ ઊભું
નથી હું કાંઈ શક્તિનો રે ભંડાર પ્રભુ, છે છોડી સામનો હું કેવી રીતે કરું
કરવા ના ચાહું, નવું હું તો ઊભું, નવું ને નવું તો, ઊભું થાતું રહ્યું
કદી થાઉં દુઃખી એમાં, કદી તો બેચેન એમાં, સમજાતું નથી ત્યારે શું કરું
સુખની વાત રહી જાય બાજુએ એમાં, બની જાય જીવન એમાં તો અકારું
દુઃખ ના ચાહું જગમાં તોયે, દુઃખી થાઉં રે પ્રભુ, તને મારી શી વાત કહું
પ્રભુ તું તો દુઃખી ના કરે મને, જીવનમાં હું તો જ્યાં દુઃખી થાઉં, ત્યાં શું કરું
ડૂબું જ્યારે એવો એમાં, લાગે સુખનો કિનારો નજદીક ક્યારે લાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)