તારે કરવું હોય તે તું કરજે, તારે જવું હોય ત્યાં તું જાજે
રે પ્રભુ, સાંભળીને પુકાર તો મારી, મારી પાસે તું આવી જાજે
તારે દેવું હોય તે તું દેજે, ના દેવું હોય તે તું ના તો દેજે
રે પ્રભુ, મારી જીવન જરૂરિયાતો, જીવનમાં તો તું પૂરી કરજે
સુખ દેવું હોય જો જીવનમાં, તો તું દેજે, ના દેવું હોય તો ના દેજે
રે પ્રભુ જીવનમાં મને તો તું, દુઃખી તો ના તું રહેવા દેજે
સહાય કરવી હોય તો તું કરજે, ના કરવી હોય તો ના કરજે
રે પ્રભુ, મને તો તું, અસહાય તો તું ના રહેવા દેજે
આગળ વધવા દેવો હોય તો દેજે, ના દેવો હોય તો ના દેજે
રે પ્રભુ, જીવનમાં એટલું તો તું જોજે, મને પાછો ના પડવા દેજે
જીવનમાં શાંતિ દેવી હોય તો તું દેજે, ના દેવી હોય તો ના દેજે
રે પ્રભુ જીવનમાં મને તો અશાંતિ તો ના રહેવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)