છોડજે રે, છોડજે રે તું જીવનમાં તારો, તારો તેર મણનો તો તો
વાતે વાતે લાવે છે એને રે વચ્ચે રે, છોડજે એ તારો તેર મણનો તો તો
કરવું ના હોય કાંઈ જીવનમાં રે જ્યારે, શોધે છે આશરો એનો રે શાને
ચડાવી દેજે એને અભરાઈ પર તું, દેજે વિસારી તારા એ તો મણનો તો
થાવા ના દેશે લીન મને કોઈમાં, એ તો વચ્ચે વચ્ચે આવશે જ્યાં એ તો
ભૂલી જાજે રે એને, લાવજે ના વચ્ચે રે તું, તારા એ તેર મણનો તો તો
વધવા ના દેશે તને રે આગળ, લાવીશ વચ્ચેને વચ્ચે જ્યાં એને રે તું તો
સમજી વિચારી તું છોડજે એને, લાવતો ના વચ્ચે, તારા એ તેર મણના તો ને તો
આડેધડ વાપરતો ના તું એને રે જીવનમાં, વિખૂટો પડી જઈશ એમાં રે તું તો
પડી જાશે આદત એની રે જો જીવનમાં, રહી જાશે કામ અધૂરાં ત્યારે તો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)