હાહા, હીહી, હુહુ હું, જીવન તો છે, બસ આનાથી ભરેલું
કરતા આમને આમ રે જીવનમાં, જોજે ચડી ના જાય તારું તપેલું
કરતા આમ જોજો, નીકળી ના જાય, હૈયાંમાં છે જે છુપાયું
રહેશો જ્યાં મસ્ત જીવનમાં જ્યાં, એમાં દુઃખ દૂર એનાથી થવાયું
દુઃખ દર્દની હસ્તી જાશે રે ભુલાઈ, દુઃખ દર્દ જાશે એમાં ભુલાયું
રડવામાં સાથ ના દેશે કોઈ તમને, એમાં સાથ તો સહુ દેવાનું
કરશો ના છેડતી એનાથી કોઈની, ચડી જાશે એમાં તમારું તપેલું
હાહા, હીહી, હુહુ હું, કરવામાં જાશો ના ભૂલી, જીવનમાં છે શું કરવાનું
આ તમારા હાહા, હીહી, હુહુમાં સૂર પુરાવે પ્રભુ, જીવન સાર્થક ત્યારે થયું
જીવનમાં કરતા રહેવું બધું, ભૂલવું ના કશું, જીવનમાં હાહા, હીહી, હુહુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)