Hymn No. 4853 | Date: 01-Aug-1993
|
|
Text Size |
 |
 |
1993-08-01
1993-08-01
1993-08-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=353
વિચાર, વિનય ને વિવેકને સાધશો જીવનમાં, વિજય તરફ તો એ લઈ જશે
વિચાર, વિનય ને વિવેકને સાધશો જીવનમાં, વિજય તરફ તો એ લઈ જશે પ્રીત, પ્રેમ ને પૂજા સાચી રીતે કરવાથી તો જીવનમાં, પ્રભુ તો રીઝી જાશે સુરાના કેફ ને કર્કશતાના બંધાણ જીવનમાં તો ના રાખશો, તમારાથી સહુ વિખૂટા પડી જાશે મીઠાશ, મમતા ને મહોબતથી જીવન રાખશો ભરેલું, જીત સદા એ તો મેળવી જાશે દયા, દાન ને દ્રઢતા જીવનમાં અપનાવવા પડશે, જીત જીવનમાં તો મળી જાશે અમલ, અભય ને અહિંસા અપનાવજો રે દિલથી, પાયા જીવનના એ મજબૂત કરી જાશે ગાયન, ગમ્મત ને ગરજ જીવનમાં તો અપનાવશો, એ તો આનંદ આપી જાશે ચમન, ચિંતા ને ચાહ ને છોડજો રે જીવનમાં, નુકસાન તમને એ તો કરી જાશે રંજ, રમા ને રમત, છોડજો સદા રે જીવનમાં, જીવનને ક્યાં ને ક્યાં એ લઈ જાશે જર, જમીન ને જોરુ, રાખશો ના કાબૂમાં જો જીવનમાં, તોફાન જીવનમાં એ તો સર્જી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vichara, vinaya ne vivekane sadhasho jivanamam, vijaya taraph to e lai jaashe
prita, prem ne puja sachi rite karavathi to jivanamam, prabhu to riji jaashe
surana kepha ne karkashatana bandhan jivanamadi sah, matha vaikh jaashe with jivatana jivahasho with jivahasho jaashe
jashe, mathiasha j rakhasho bharelum, jita saad e to melavi jaashe
daya, daan ne dradhata jivanamam apanavava padashe, jita jivanamam to mali jaashe
amala, abhaya ne ahinsa apanavajo re dilathi, paya jivanana e majboot kari
jaashe ne gayana to apanavashanda, gamm anata aapi jaashe
chamana, chinta ne chaha ne chhodajo re jivanamam, nukasana tamane e to kari jaashe
ranja, ram ne ramata, chhodajo saad re jivanamam, jivanane kya ne kya e lai jaashe
jara, jamina ne joru, rakhasho na kabu maa jo jivanamam, tophana jivanamam e to sarji jaashe
|