જવાનીના જોશમાં ને માયાના પાસમાં, જીવનમાં તો કરતા ને કરતા ગયા
પરિણામ વિપરીત આવતા ને આવતા જાય, જીવનના હોશકોશ ઊડી ગયા
એના તાન ને તોર, હૈયાંને દિમાગ પર તો જીવનમાં જ્યાં છવાઈ ગયા
જોયું ના પાછું વળી રે એમાં, સાચું ખોટું જીવનમાં એમાં તો કરતા ગયા
અટક્યા ના જ્યાં એમાં રે જીવનમાં, ક્યાં ને ક્યાં એમાં તો ઘસડાઈ ગયા
જોશ ને જોમ જીવનમાં જ્યાં એના ઊતરી ગયા, પરિણામ આંખ સામે આવી ગયા
જાવું હતું એમાં તો સુખની દિશામાં દોડી, દુઃખના દરવાજા એમાં ખૂલી ગયા
રાખી ના શક્યા પગ સ્થિર ધરતી ઉપર, પગ અસ્થિર એમાં પડતાં ગયા
જોશ ને જોમ જ્યાં ઊતરી ગયા જીવનમાં, સામના કરવામાં એ તૂટી ગયા
હતા એ તો ખોટા, જેવા જીવનમાં એ ચડી, એવા પાછા એ ઊતરી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)