ગમાઅણગમાને સ્થાન જીવનમાં ના તું દેતો, સુખદુઃખની તાણમાં ના તણાતો
થવું છે મુક્ત જીવનમાં તો જ્યાં, મુક્તિ વિના ઇચ્છા જીવનમાં બીજું ના તું રાખતો
પ્રેમ અને પ્રેમની દુનિયામાં રહેવું છે જ્યાં સદા જીવનમાં, વેર ના કોઈથી તો તું બાંધતો
પહોંચવું છે ધ્યેય પર તો જ્યાં જલદી, ખોટા રસ્તે જીવનમાં ના ત્યારે તું ચાલતો
મળે શાંતિ તો જ્યાં જીવનને, અધવચ્ચે ના, જીવનમાં એને તું તોડી રે નાંખતો
છે શક્તિશાળી તો જીવનમાં તો પ્રભુ, ઉપકાર જીવનમાં એના ના તું ભૂલતો
ખોટું અને અમંગળ તો જીવનમાં, જીવનમાં કદી ના એને તું ઓક્તો રહેતો
પામ્યા કે અનુભવ્યા વિના પ્રભુને તો જીવનમાં, સાર્થક જીવનને ના તું સમજતો
મુસીબતોનો કરતા ને કરતા સામનો, જીવનમાં હિંમત ના તું હારી જાતો
પૂરી સચ્ચાઈ ને પ્રેમથી જગમાં, જીવન સદા તારું તો તું જીવીને જીવી જાતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)