રડી રડીને નથી હવે ફાયદા જીવનમાં, આડુંને આડું વેતર્યું છે તેં તો જ્યારે
મારીશ તો કેટલા થીંગડાં તું, એને દેખાયા વિના ના રહેશે એ તો ત્યારે
કરી હવે પ્રેમમાં નરમ તો એને, દઈશ તો દઈ શકીશ, તું ઘાટ નવા તો ત્યારે
બની મક્કમ કરવું પડશે તારે ને તારે, પડશે કરવું એ તો તારે તો જ્યારે
હાર ના હિંમત તું સુધારવા એને, છે હાથમાં સુધારવું તારા એ તો જ્યારે
જોઈ જીવન અન્યનું બાળ ના હૈયું તારું, વળશે ના કાંઈ એમાં તારું તો જ્યારે
કરવા તારા જીવનને રે સીધું, પડશે કરવી મહેનત પૂરી, એ તો તારે ને તારે
હશે ચઢાણ કપરાં એ તો જીવનમાં, વાંકાને કરવું છે સીધું એ તો જ્યારે
પાપ પુણ્યના હિસાબ તારા, ચૂકવવા પડશે તારે, રડીને વળશે ના કાંઈ ત્યારે
તેં ને તેં વેતર્યું છે આડું જીવનને તારું, નથી ફાયદા હવે રડીને તો જ્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)