જીવનના સૂરને જીવનના તાલ જ્યાં મળે, જીવન સંગીતમય બની જાય
ચૂક્યા સૂરને, ચૂક્યા તાલ જીવનમાં જ્યાં, જીવન ત્યાં બેસૂરું બની જાય
સૂર કાઢવા ને કેવાં છે, જ્યાં તારેને તારે હાથ, જોજે જીવન બેસૂરું ના બની જાય
અન્યના જીવનના તાલ જોતાં, જોજે તારા જીવનના તાલ બેતાલ ના બની જાય
સૂર બન્યા બેસૂરા જ્યાં જીવનમાં, સૂર મેળવતા, જોજે નાકે દમ ના આવી જાય
જીવનમાં અનેક તાલો તો તાલો દેતા જાય, કયાં તાલ મેળવવા ના એ સમજાય
ચૂક્તા જાશું જો ઘડી, તાલ મેળવવા જીવનમાં, જીવન સંગીતમય ક્યાંથી બનાવાય
જીવનના બેતાલમાં, થાશે હૈયાંના બેહાલ, જાગશે સૂરીલું સંગીત જીવન સુખમય બની જાય
જીવન સંગીત છે આરાધના પ્રભુની, જો સંગીત તારું જીવનમાં પ્રભુમય બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)