આવ્યો જગમાં તું રે જ્યાં, નક્કી થઈ ગયું રે ત્યાં,
પડશે રે ખાવા જીવનમાં, કર્મના સપાટા
કરીશ સહન તું હસતા હસતા, કે ફરિયાદ કરતા કરતા,
પડશે રે ખાવા તો કર્મના સપાટા
આવે જ્યારે જ્યારે તોફાનો રે જીવનમાં, સમજી લેજે એને રે તું,
તારા ને તારા કર્મોના તમાશા
બચ્યું નથી કોઈ રે એમાં, બચશે ક્યાંથી તું રે એમાં,
પડશે સહન કરવા તારે કર્મોના સપાટા
સપાટાએ સપાટએ જાશે નીકળી ઊંહકારા,
પડશે જ્યાં કર્મના તો આકરા સપાટા
છૂટયા નથી એમાંથી કોઈ રાય કે રંક ભી,
મળવા રહ્યાં છે જીવનમાં સહુને એના સપાટા
સુખદુઃખ તો છે જગમાં રે હાથ રે એના,
દેતું રહ્યું છે સહુને એનાથી તો એ સપાટા
કર્મો રહ્યાં સહુના જુદાને જુદા, મળતા રહ્યાં જુદાને જુદા,
સહુને તો કર્મના સપાટા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)