વિકારોને વિકારોના વાદળોની વચ્ચે ને વચ્ચે, ઘેરાયેલો છું જ્યાં હું
કે આતમ સૂરજ, તારા દર્શન એમાં તો, હું તો કેમ કરીને કરી શકું
કરી કશિશો હટાવવા ઘણા વાદળોને, નિતનવા વાદળોથી ઘેરાતો રહ્યો છું
જઈ, જઈ, જઈ શકું ક્યાં સુધી જીવનમાં, જ્યાં માયાના બંધનોથી બંધાયેલો છું
કરવા છે દર્શન તારા રે જીવનમાં, હૈયું મારું આ ઝંખતુંને ઝંખતું રહ્યું છે
કરી કરી કર્મો, લાવ્યો ભાગ્ય કેમ સાથે, આવા ભાગ્યના વાદળોથી ઘેરાયો છું
વિખેરું એક વાદળને જ્યાં, ત્યાં અન્ય વાદળ સ્થાન એનું લેતું ને લેતું રહ્યું છે
વિખેરવા નિતનવા વાદળોને, નિતનવા ઉપાય હું તો શોધતો રહ્યો છું
એક દિવસ તો મળશે ઉપાય સાચો રે જીવનમાં, આશા એ હું રાખી રહ્યો છું
કરવા દર્શન તારા, હૈયું બેચેન બન્યું છે, દેજે તાકાત હટાવી શકું, વિનંતિ તને કરું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)