વાદળોના સિતમની તો આ વાત છે, છે ડુંગરોની તો આ કહાની
રાખી દૃષ્ટિ ડુંગરોએ આસમાન ભણી, અંતરાય વાદળ એમાં નાંખતું રહ્યું
વાદળના કાળાશભર્યા હૈયાંની કાળાશ, અમારા હૈયાં ઉપર પાથરી ગયું
સહેવાતો ના તાપ જ્યાં સૂરજનો, કદી અમને સામે એ તો ધરી ગયું
કરી અંતરાયો ઊભા, છાયામાં રહેવા,મેદાન ઉપર વરસાદ મજબૂર બન્યું
ખૂંદ્યો માનવોએ હૈયાં અમારા તો પ્રેમથી, જગમાં સહન એ તો કરી લીધું
અંતરાય નાખતા વાદળોના અંતરાય, હૈયું અમારું એ તો કોરી ગયું
વાદળ પોતાની માયામાં મસ્ત હતું, છેડતી એમાં અમારી એ કરી ગયું
છે આ વાત અમારા વિકારોના વાદળોની, છે કહાની મારા આતમ ડુંગરની
મારી પરમાત્માની દોટ ઉપર, વિકારો એના કાપી છાયા ફેંકતું ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)