જન્મ્યા જગમાં જ્યારથી, પડી સવાર સહુની તો ત્યારથી
છે સફર તો જગમાં રે સહુના, જીવનની તો સંધ્યા સુધી
સમેટાઈ જાશે જીવનલીલા, મરણની તો જ્યાં રાખ ઢળી
કંઈક કાર્યો રહી જાશે અધૂરા, કંઈક આશાઓ રહી જાશે બાકી
કરતા રહેવા પડશે કર્મો, જીવનના તો જગમાં સંધ્યા સુધી
રહેશે પ્યાર ભરી સફર તો જગમાં, ભર્યું હશે હૈયું પ્રભુના પ્યારથી
ચમકી જાશે જીવન તો, કંઈક પ્રસંગોના ચમક્તા તારલિયાથી
પ્રભુભાવ ને ભક્તિનો દેજો જીવનમાં તો ધ્રુવતારક બનાવી
ભર્યો હશે સંતોષભાવ જ્યાં હૈયે, જીવનસફર ચાલશે શાંતિથી
હશે ના જ્યાં દ્વિધાભર્યા ભાવો જ્યાં હૈયે, જીવન બચી જાશે મૂંઝવણોથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)