બે ઘડીની મોજ છે, બે ઘડીના સાથ છે સહુના રે જગમાં
રાખતો ના આશ તું, વધુ ને વધુ તો એમાં
મળ્યો એટલો સાથ ને મોજ, સ્વીકારી લેજે એને રે તું જીવનમાં
રહેશે કે ટકશે ના ઝાઝું, સમજજે તું તારું, હોય જે તારા હાથમાં
રાખી આશા વધુ ને વધુ, ઠગાતો ના જગમાં તો તું જીવનમાં
દુઃખ દર્દ તો છે અંગ જીવનના, બનશે હળવા, બે ઘડી મોજની સાથમાં
છે સફર જીવનની તો લાંબી, કાપવી પડશે, કોઈના સાથમાં ને કોઈની મજામાં
માની ના લેતો સાથ ને મોજને, કાયમનાં જગમાં તો તું જીવનમાં
દીવાનો ના બનતો તું જગમાં, કોઈના સાથમાં કે કોઈ મોજમાં
જીવનના ભાર તો પડશે સહેવા, બનશે હળવા, કોઈના સાથમાં ને મોજમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)