પ્યારને પ્યાર ભરી રે પ્રભુ, કર્યો છે દીવડો રે, હૈયે તો તારા નામનો
પ્યાર ભર્યા દીવડા વિના રે પ્રભુ, આ જન્મારો તો શા કામનો
મળ્યો છે રે મોકો આ જગમાં આ જીવનમાં, મોકો ગુમાવવો શાને આ જનમનો
પ્રગટાવવો છે રે દીવડો રે પ્રભુ, પ્રગટાવવો છે દીવડો તો તારા પ્રેમનો
નથી બનવું રે જીવનમાં માયાનો દીવાનો, બનવું છે રે પ્રભુ તારા પ્રેમનો દીવાનો
ઊગાડવો છે રે તારા પ્રેમનો રે ચંદ્ર, પ્રેમનો તો ચંદ્ર પૂર્ણ પૂનમનો
જોજે ઓલવાય ના મારો એ દીવડો, ઓલવાઈ જાય જો તોફાનમાં, તો એ શા કામનો
દીવડો છે તારો, કરજે રક્ષણ રે તું એનું, છે દીવડો એ તો નાનો ને નાનો
તારા દીવડાથી રે અજવાળું, તારા દીવડા વિના અંધારું, છે જીવનમાં તો આ સામનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)