ડગલેને પગલે મળતા રહ્યાં કુદરતના ધક્કા, ઊભી કરતા ગયા, હૈયે એ તો વ્યથા
જીવનમાં આવીને આવી મળતી રહી વ્યથા, બની ગઈ મારા જીવનની એ તો કથા
સફળતાને નિષ્ફળતા રહી એમાં એ જોડાતી, છે જીવનની મારી, આવી તો કથા
કદી મહેકી ઊઠી એ સદ્ગુણોમાં, કદી વિકારોની દુર્ગંધ ભરેલી હતી એ કથા
કદી વાગ્યા ઘા, એવા રે ઊંડા, દૂઝતી ને દૂઝતી રહી એમાં તો મારી વ્યથા
કદી કદી પ્રેમમાં રહી એવી તરબોળ, ભુલાવી ગઈ જીવનમાં એ મારી બધી વ્યથા
વ્યથાએ વ્યથાએ રહ્યો હું તો પીડાતો, બદલાતીને બદલાતી રહી મારી એમાં તો કથા
મારી કથા તો છે જગમાં બધાની કથા, રહી નથી આ વિના બીજી કોઈ કથા
રહ્યાં છે વ્યથાને વ્યથામાં સહુ તો માનવો, વ્યથા વિનાની રહી નથી કોઈ વ્યથા
નાના મોટા પ્રસંગોમાં, થાતી રહી છે ઊભી વ્યથા, છે સહુના જીવનની તો આ વ્યથા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)