Hymn No. 4934 | Date: 14-Sep-1993
|
|
Text Size |
 |
 |
રોક્યો તને કંઈક કંઈક વાર, તું રોક્યો ના રોકાયો, તને રે હવે, કોઈ શાને રે રોકે લાગ્યા રે મીઠાં માયાના માર તને, તણાયોને તણાયો એમાં જ્યાં તું તો સદાય કર્યાં અપમાન તેં, કર્યાં ખોટા કામો રે તેં, અટક્યો ના એમાં રે, તું તો જરાય દીધાં ના જીવનમાં તેં કોઈને રે સાથ, તરછોડયા તો જીવનમાં તેં સહુને સદાય ભેગોને ભેગો કરતો રહ્યો રે જીવનમાં, કરતો રહ્યો જીવનમાં ભેગો રે પાપનો ભાર ખાવા ટાણે મલાઈ ને માલ, આવ્યા ના યાદ તો તને, આવ્યા ના યાદ કોઈ જરાય રહ્યાં ને રાખ્યા જીવનમાં તો તેં, સહુ સાથે તો ક્રૂર અને બેહુદા તો વર્તાવ પ્રેમ સરળતા ને નરમાશ સાથે, રહ્યો અને રાખ્યા તો તેં, જીવનભર રે અણબનાવ રહ્યો જીવનભર, રોકાયો ના રે તું, ડૂબતોને ડૂબતો, ખોટા કામોમાં તો સદાય ગુનાઓને ગુનાઓ કરતો રહ્યો રે જીવનમાં, બનીને તો જગમાં રે, તું પ્રભુનો તો ગુનેગાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|