હું તો ચાલ્યો જાઉં છું, હું તો ચાલ્યો જાઉં છું, હું તો ચાલ્યો જાઉં છું
રસ્તો નથી કોઈ જાણીતો, પહેલી ને પહેલી વાર, એની ઉપર ચાલ્યો જાઉં છું
હૈયે ધીરજ હિંમત ને વિશ્વાસની મૂડી લઈ રસ્તે ને રસ્તે હું તો ચાલ્યો જાઉં છું
ખાડા, કાંટા, કાંકરામાંથી મારગ કાઢી, મારે રસ્તે હું તો ચાલ્યો જાઉં છું
મારગમાં અનેક રસ્તાના વળાંકે, મૂંઝાતોને મૂંઝાતો હું તો ચાલ્યો જાઉં છું
નથી સાથ સંગાથી કોઈ સાથે, મારગ એકલો ને એકલો કાપતો હું તો જાઉં છું
મળી જાણકારી જ્યાં જ્યાંથી, ભેગીને ભેગી કરતો એને, હું તો જાઉં છું
ભૂખ, થાક, તરસ જવાય છે ભૂલી, વધતો ને વધતો આગળ હું તો જાઉં છું
રાખવું નથી લક્ષ્ય બીજે, ભૂલવો નથી રસ્તો મારે, હું તો ચાલ્યો જાઉં છું
આશા ભરી ઉરે, પહોંચીશ હું મારી તો મંઝિલે, બસ હું તો ચાલ્યો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)