જોજે રે તું, કરતો ના એવું, હૈયું રે પ્રભુનું, એમાં દુભવી ના તું દેતો
કરી કરી જીવનમાં તો એવું, જોજે રે પ્રભુના હૈયાંને ઠેસ પહોંચાડી ના તું દેતો
દીધું તને તો એણે ઘણું, જીવનમાં બદલો રે એનો, અવળો રે વાળી ના તું દેતો
દેખાતો નથી ભલે રે એ તો, જોતો નથી તને તો એ, માની રે આવું ના તું દેતો
કદમ કદમ પર તારા, આશા તો છે એની, નિરાશ એને, કરી ના તું દેતો
મસ્તક ઊચું રહેવા દેજે તારું, કરી જીવનમાં એવું, એમાં ઝુકાવી ના તું દેતો
ચાહે છે એ તો, ચાલે ઇન્સાનિયતની રાહ પર તું, જોજે રાહ એ તું, ચૂકી ના જાતો
છે ઉપકાર અનહદ તારા ઉપર એના, ના એને જીવનમાં તું ભુલાવી દેતો
મૂંગો મૂંગો રહે છે તને એ જોતો, જોજે એની અપેક્ષામાં ઊણો ના તું ઊતરતો
કર્યા નથી એણે કોઈ ખોટા રે દાવા, ખોટા દાવા, ઊભા તું કરી ના દેતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)