Hymn No. 4952 | Date: 26-Sep-1993
|
|
Text Size |
 |
 |
હસવું છે રે પ્રભુ તો જીવનમાં, હસાતું નથી, રડવું છે રે જીવનમાં, મોકળા મને રડાતું નથી હસતા હસતા કરવું છે રે સહન જીવનમાં, જીવનમાં રડયા વિના રહેવાતું તો નથી હસતા રહેવું પડે છે રે જીવનમાં, જ્યાં રુદન છુપાવ્યા વિના તો રહેવું નથી રડવું નથી રે, ભલે રે જીવનમાં, તોયે જીવનમાં અન્ય ને તો રડાવવું તો નથી અંતરનું રુદન, રહેવા દેવું છે રે અંતરમાં, બહાર એને તો આવવા દેવું તો નથી સમસ્યા ઘેરી લે છે રે જીવનમાં, હસવું કે રડવું રે એમાં, એ સમજાતું તો નથી સુખદુઃખની લેણદેણ જાગતી રહે જીવનમાં, કરવું શું એમાં, એ સમજાતું નથી પ્રભુ તારા વિના હસવું શું, કે રડવું રે શું, કરવું શું એમાં એ તો, સમજાતું નથી હસવું કે રડવું, તારા વિના રે, તારા વિના તો એ કાંઈ તો થવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|