1993-09-29
1993-09-29
1993-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=461
એક જ બીજમાંથી તો ઊગે, જમીનમાંથી થડને એનું રે મૂળિયું
એક જ બીજમાંથી તો ઊગે, જમીનમાંથી થડને એનું રે મૂળિયું
થડ તો વધે ઉપરને ઉપર, જાય જમીનમાં મૂળ એનું તો ઊંડું
શોધવું હશે બીજના એ મૂળને, પડશે જમીનમાં ઊતરવું તો ઊંડું
પહોંચાડે સત્ત્વ મૂળિયું તો ઝાડને, થડને લઈ સત્ત્વ જમીનમાંથી લઈ એનુ
થાય ઝાડ પાન વર્ષામાં ભીના, પાય છે પાણી, ઝાડ, પાનને તો મૂળિયાં
મૂળ વિના રહી ના શકે ઝાડ તો જમીન ઉપર તો ઊભું
છે કર્મ તો મૂળ જીવનનું, કર્મ વિના રહી ના શકે જીવન તો ઊભું
પરંપરા સર્જાતી જાશે ઝાડની, રહેશે મૂળ તો જ્યાં સુધી રે ઊભું
તોડવા પરંપરાઓને, પડશે જીવનમાં તો એ મૂળને ઊખેડવું
પડશે કાં એને તો બાળવું કે, કાં પડશે એને પ્રભુચરણે ધરવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka ja bījamāṁthī tō ūgē, jamīnamāṁthī thaḍanē ēnuṁ rē mūliyuṁ
thaḍa tō vadhē uparanē upara, jāya jamīnamāṁ mūla ēnuṁ tō ūṁḍuṁ
śōdhavuṁ haśē bījanā ē mūlanē, paḍaśē jamīnamāṁ ūtaravuṁ tō ūṁḍuṁ
pahōṁcāḍē sattva mūliyuṁ tō jhāḍanē, thaḍanē laī sattva jamīnamāṁthī laī ēnu
thāya jhāḍa pāna varṣāmāṁ bhīnā, pāya chē pāṇī, jhāḍa, pānanē tō mūliyāṁ
mūla vinā rahī nā śakē jhāḍa tō jamīna upara tō ūbhuṁ
chē karma tō mūla jīvananuṁ, karma vinā rahī nā śakē jīvana tō ūbhuṁ
paraṁparā sarjātī jāśē jhāḍanī, rahēśē mūla tō jyāṁ sudhī rē ūbhuṁ
tōḍavā paraṁparāōnē, paḍaśē jīvanamāṁ tō ē mūlanē ūkhēḍavuṁ
paḍaśē kāṁ ēnē tō bālavuṁ kē, kāṁ paḍaśē ēnē prabhucaraṇē dharavuṁ
|