Hymn No. 4962 | Date: 01-Oct-1993
|
|
Text Size |
 |
 |
વિશ્વાસ ભર્યા હૈયેથી, વિશ્વાસથી, પ્રેમથી, મસ્તક તારું, પ્રભુચરણે તું નમાવી દેજે
Vishwas Bharyo Haiyethi, Premthi, Mastak Taru, Prabhucharane Tu Namavi Deje
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
વિશ્વાસ ભર્યા હૈયેથી, વિશ્વાસથી, પ્રેમથી, મસ્તક તારું, પ્રભુચરણે તું નમાવી દેજે છે જગમાં તો એ એક જ સ્થાન એવું, હૈયાંના ભારને ત્યાં તું ખાલી કરી દેજે છે એ તો સાથે ને સાથે, પાસે ને પાસે, વિશ્વાસ હૈયે, આ તો તું ધરજે કર્મોને કર્મો તું કરતો રહેશે, કર્મો બધા તારા તું, પ્રભુ ચરણે તું ધરી દેજે છે જ્યાં બધું તો એનું, ધરી દેતા બધું પાછું એમાં, બધું એ તો સંભાળી લેશે કર્મની નિસરણી છે અટપટી, ચડવા ઊતરવામાં માથાઝીંક ના તું કરજે કર્મો બધા તું કરતો રહેજે, કર્તાના ભાવ બધા, હૈયે એના ના તું ધરજે છે ચિંતામુક્ત થવાનો આ એક જ મારગ, હૈયેથી એને તું અપનાવી લેજે વિષાદને ચિંતાને, હૈયેથી ભૂલી જઈને, હૈયેથી આનંદને તું અપનાવી લેજે છે જગમાં બધું પ્રભુનું, છે જગમાં બધા પ્રભુના, સર્વના સુખદુઃખનો સહભાગી બનજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|