કંપ કંપ કંપ, હૈયું મારું જ્યાં કંપી ગયું, જીવનમાં રે ધરતીકંપ એ તો સર્જી ગયું
હૈયાંના એ કંપનમાંને કંપનમાં, વિચારો ને વિચારોને, ક્યાંને ક્યાં એ તો ફેંકી ગયું
ગુમાવી બેઠો સ્થિરતા એમાં તો હું, જીવના મારું એમાં તો હલી ગયું
બચવાના ફાંફાં નિષ્ફળ ગયા રે એમાં, કારણ તો એ શોધતું રહ્યું
મળ્યા ના સાચા કારણો તો જ્યાં એના, ત્યાં સુધી એ તો કંપી રહ્યું
મળી જરા જ્યાં શાંતિ એની, કારણ શોધવામાંને શોધવામાં એ ડૂબી ગયું
શોધતાને શોધતા કારણો, અનેક કારણો તરફ ઇશારા એ તો કરતું ગયું
કરતા વિશ્લેષણો કારણોના, થોડા કારણોનું ઝૂમખું ત્યાં હાથમાં તો રહ્યું
એક એક કારણોમાં ને દર્પણમાં, હૈયાંના ધરતીકંપનું દર્શન તો મળ્યું
કામ, ક્રોધ, લોભ, મોહ, વિકારોના જીવનમાં, એના છંટકાવનું મિશ્રણ મળ્યું
સ્વીકારી ના શક્યું હૈયું એને તો જ્યાં, તોફાન હૈયાંમાં એ તો સર્જી ગયું
થાકી થાકી હૈયું પ્રભુના શરણે જ્યાં ગયું, કંપન હૈયાંનું ત્યાં તો શમી ગયું
મળી શાંતિ એને ત્યાં તો જ્યાં, ધરતીકંપના આંચકા બંધ એ તો કરી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)