હે માત રે, મારે કોની પાસે જાઉં, ક્યાં જઈ હૈયું મારું ખાલી કરવું,
મને કોણ દેશે સાંત્વના (2)
હે માત રે - રહે ચિંતાના ભારથી હૈયું મારું દબાતું, રહે એમાં એ તો મૂંઝાતું - મને
હે માત રે - શાંતિ કાજે રહે હૈયું તલસતું, જ્યાં ત્યાં ફાંફાં રહે એ તો મારતું - મને
હે માત રે - દુઃખભર્યા હૈયેથી, તને હૈયું તો પોકારતું, તારી આશ એ રાખતું - મને
હે માત રે - તારી કરુણા વિના રહે એ તો સુકાતું, સદા તારી દયા રહે એ ઝંખતું - મને
હે માત રે - સમજ, બીનસમજમાં રહે કંઈ કંઈ એ કરતું, રહે પાપમાં એ ડૂબતું - મને
હે માત રે - છે અંધકાર ભર્યો ખૂબ હૈયે, શું કરવું, ના કરવું, નથી એ સૂઝતું - મને
હે માત રે - મારગે મારગે અંધારું દેખાતું, તારો પ્રકાશ એ તો શોધતું - મને
હે માત રે - વિકારો મારગ એના તો રોકતું, તારી પાસે નથી પહોંચવા દેતું - મને
હે માત રે - તારો વિયોગ સહન નથી કરી શક્તું, તારા ચરણમાં ચાહે આળોટવું - મને
હે માત રે - છે માયાનું શરણ તો ખોટું, જગમાં તારું શરણ તો છે સાચું - મને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)