Hymn No. 4967 | Date: 03-Oct-1993
|
|
Text Size |
 |
 |
રાખ્યું એટલું તો રહ્યું, છોડયું એટલું તો છૂટયું, રાખ્યું એટલું તો રહ્યું રાખવું કેવું ને કેટલું, છે હાથમાં જ્યાં એ તારું, પડશે તારે ને તારે એ તો કરવું કરવું છે તો જ્યાં સાચું, ખોટું ને ખોટું જીવનમાં, શાને રે તેં સંઘરી રાખ્યું છે જે પાસે, રહેશે ક્યાં સુધી સાથે, બનીને રે જીવનમાં રે, જીવનમાં એ તો તારું મળ્યું જીવનમાં જે જે, કરજે વિચાર રે તું પાત્રતા વિના રે, જીવનમાં તેં કેટલું ખોયું હતું એ પાસે, હતું મંજુર પ્રભુને જેટલું, એટલું રે જીવનમાં, તારી પાસે તો રહ્યું ભાર ને ભાર સંઘરીને રે જીવનમાં, કરી ના ખાલી રે એને, હૈયું તારું ખાલી ના તેં કર્યું અધકચરા વિશ્વાસે છલકાતા તારા એ હૈયાંને, પૂર્ણ વિશ્વાસે, કેમ ના તેં ભર્યું છે નજર તો પૂરી, તારા ઉપર તો પ્રભુની, સમજણમાં ના કેમ તેં આ લીધું વિશ્વાસ ને પ્રેમનાં પ્રાંગણમાં, જીવનમાં વિશ્વાસ ને પ્રેમથી પગલું કેમ ના તેં માંડયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|