સમજી ગયા જીવનમાં રે જ્યાં, કુદરતના તો ઇશારા
સમજી જાજો રે, મળી ગયા, જીવનમાં રે ત્યાં સાચા સહારા
ટકરાયા જીવનમાં રે જ્યાં, સ્વાર્થના રે મિનારા
સમજી જાજો રે, જીવનમાં રે, પોતાના પણ લાગશે રે આકરા
સંસારે ડોલતી નાવને રે, મળે રે જ્યાં અનુકૂળ રે વાયરા
સમજી જાજો રે, જીવનમાં રે, મળી જાશે રે, એને રે કિનારા
સાધવા સ્વાર્થ રે, જીવનમાં રે, દુશ્મન ભી લાગશે રે પ્યારા
બનાવવા પડશે રે જીવનમાં રે, લેવા પડશે સમજણના સહારા
હૈયાંના ભાવને, મનના વિચારો, તોડશે રે જ્યાં એ કિનારા
સમજી જાજો રે, જીવનમાં રે ત્યાં, પ્રભુ વિના મળશે ના કોઈ સહારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)