રે મનવા રે, રે મનવા રે તું,
શાને રે તું, શાને રે તું
જીવનમાં રે, આવું બધું રે તું,
કરતોને કરતો રહ્યો છે રે તું
છે બે મૂઠી ધાનની જરૂર જ્યાં તને,
છે ગજ જમીનની જરૂર સુવા તને
એના રે કાજે, શાને રે જીવનમાં રે,
આટલી મોટી ચિંતાનો ભાર લઈ તું ફરતો રહ્યો
છે જીવનમાં જરૂરત તારી રે થોડી, શાને એના રે કાજે,
કૂડકપટમાં હૈયાં ને હાથને કાળા કરે છે
જગમાં પહોંચે છે હાથ બધે પ્રભુના,
બધાને જગમાં એ તો દેતોને દેતો રહ્યો છે
કરે છે જગમાં બધું પ્રભુ, અહં ના એ તો ધરે છે,
કરીને થોડું, શાને અહંનો ગઢ તું ચાહે છે
જવામાં છોડી તું બધું તો જગમાંથી, હૈયાંને શાને,
લોભલાલચમાં તું લપેટે છે
પ્રભુના પ્રેમનું પાન જ્યાં તું કરતો રહ્યો,
પાવા અન્યને, શાને તું અચકાતો રહ્યો છે
ભૂલી છે જરૂરત તારી રે થોડી, શાને રે જીવનમાં,
ખોટીને ખોટી જરૂરત ઊભી તું કરતો રહ્યો છે
પહોંચવી ખોટી જરૂરત તારી, શાને હાથને તારા,
પાપના કર્મોથી તું રંગી રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)