Hymn No. 4971 | Date: 03-Oct-1993
|
|
Text Size |
 |
 |
જિંદગીની મારી હર રાહ પર, દેખભાળ તો મારી જે કરતું હતું એ કોણ હતું, એ કોણ હતું, એ તો કોણ હતું નવ નવ માસના, મારા ગર્ભવાસમાં, રક્ષણ મારું જે કરતું હતું રહી રહી સદા મારી અંદર, સદા મને જે નીરખી રહ્યું હતું પડયો જીવનમાં જ્યારે જ્યારે, સદા ઊભું મને એમાં કરતું હતું ઘોર ઘેરા અંધકાર છવાયા મનમાં, પ્રકાશનું કિરણ જે દેતું હતું મારા પ્રેમ તરસ્યા દિલને, પ્રેમપાન સદા તો જે પાતું હતું મારા મનની ને હૈયાની અશાંતિમાં, જે શાંતિ મને દેતું હતું મારા જીવનને પ્રગતિની રાહે, અદૃશ્ય રીતે જે દોરી રહ્યું હતું અથાગ ચિંતાના ભારમાં પણ, સદા રાહત જે આપતું હતું સદા સાથે રહી, અદૃશ્ય રહી, સહાય સદા તો જે કરતું હતું આ બધું સદા તો જે કરતું હતું, છતાં એ તો અદૃશ્ય હતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|