અંધારા, અંધારા, અંધારા, રાચતાં રહ્યાં છીએ,
જીવનમાં તો અંધારામાં ને અંધારામાં
રચ્યા-પચ્યા રહ્યાં ખોટી આદતોમાં, હતા અને રહ્યાં એના,
પરિણામોના અંધારામાં ને અંધારામાં
ડૂબ્યા રહ્યાં અંધારામાં, મળ્યો ના પ્રકાશ જીવનમાં,
રહ્યાં ત્યાં અંધારામાં ને અંધારામાં
દુઃખ દર્દ ને વિષાદની છાયામાં ઘેરાયા,
રહ્યાં જીવનમાં ત્યારે તો અંધારામાં ને અંધારામાં
કર્યા બંધ દ્વાર જીવનમાં તો જ્યાં પ્રકાશના,
રહ્યાં ત્યારે તો જીવનમાં અંધારામાં ને અંધારામાં
પારખી ના શક્યા તોફાનોને તોફાનો જીવનમાં,
હતી ના તૈયારી, રહ્યાં ત્યાં અંધારામાં ને અંધારામાં
હટયા ના મૂંઝારા જ્યાં જીવનમાં, સૂઝી ના દિશા જીવનમાં ત્યાં,
રહ્યા ત્યાં અંધારામાં ને અંધારામાં
છોડી ના શક્યા અહંના તાંતણા જીવનમાં,
મળ્યા ના મારગ સાચા, અથડાતા ત્યાં અંધારામાં ને અંધારામાં
ચડયા પડળ અનેક આંખ પર જ્યાં,
જોઈ ના શક્યા અજવાળા, રહ્યાં ત્યાં અંધારામાં ને અંધારામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)