Hymn No. 4974 | Date: 05-Oct-1993
|
|
Text Size |
 |
 |
1993-10-05
1993-10-05
1993-10-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=474
પડયો પડછાયો જીવનમાં દુર્ભાગ્યનો એકવાર તો જ્યાં
પડયો પડછાયો જીવનમાં દુર્ભાગ્યનો એકવાર તો જ્યાં જીવનમાં રે એ તો, દોડાવતોને દોડાવતો તો રહેશે રહેવા ના દેશે સ્થિર એ તો, શ્વાસો ઊંચા જીવનમાં ચડાવતો રહેશે સફળતા પાછળ તો દોડાવી, ફાંફાં એ તો મરાવતો તો રહેશે કારણ વિનાના કારણ જીવનમાં, ઊભા એ તો કરાવતો રહેશે સુખના દર્શનને જીવનમાં, એ દૂરને દૂરથી સલામ કરાવતો રહેશે પ્રેમપાત્રને જીવનમાં રે, એ તો અપ્રિય બનાવતો તો રહેશે સુખ સમૃદ્ધિની છોળોને જીવનમાં, એ તો ઉખેડતો તો રહેશે હૈયે ભરેલા વિશ્વાસને જીવનમાં એ તો, કસોટીએ ચડાવતો રહેશે સીધે પાટે ચાલતી ગાડીને રે એ તો, ઊંધે પાટે ચડાવતો રહેશે સમજદારીમાં પણ જીવનમાં, એ બેસમજદારી તો કરાવતો રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
padayo padachhayo jivanamam durbhagyano ekavara to jya
jivanamam re e to, dodavatone dodavato to raheshe
raheva na deshe sthir e to, shvaso unch jivanamam chadavato raheshe
saphalata paachal to dodavi, phampham e to maravato to raheshe
karana veena na karana jivanamam, ubha e to karavato raheshe
sukh na darshanane jivanamam, e durane durathi salama karavato raheshe
premapatrane jivanamam re, e to apriya banavato to raheshe
sukh sanriddhini chholone jivanamam, e to ukhedato to raheshe
haiye bharela vishvasane jivanamam e to, kasotie chadavato raheshe
sidhe pate chalati gadine re e to, undhe pate chadavato raheshe
samajadarimam pan jivanamam, e besamajadari to karavato raheshe
|
|