છે પ્રભુ એવા તો અલગારી, છે રીત એની તો સદા રે ન્યારી
રહી ઉપર, દોર એ તો ખેંચે, દોર ના એનો તો કદી દેખાય
પ્રેમના કાચા તાંતણે જાય એ બંધાઈ, આવે પાસે એનાથી એ ખેંચાઈ
કહેવા ચાહે કહી દે એ તો, ના કોઈથી રોકે એ તો કદી રોકાય
નથી કાંઈ એ તો લોભી, કર્મને તોલે એના ત્રાજવે રે ભાઈ
છે એ તો પરમદયાળું, તોયે કરતા શિક્ષા, કદી ના એ તો ખચકાય
રોકી ના શકે રસ્તા એને રે મળવા, કર્મથી જાળ જગમાં સહુ રોકાય
દેખી ભાવ એ તો ભક્તના, હૈયું એનું જાય ભાવથી તો ઊભરાય
એની નજરમાં ભેદભાવ નથી જરાય, એની દૃષ્ટિમાં સમદૃષ્ટિ તો સમાય
છે નખશીખ એ તો દયાળુ, ધીરજ હૈયેથી ધરે એ તો સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)