ચાલે છે જે રસ્તે ગાડી રે તારી, પહોંચાડે છે એ રસ્તો રે ક્યાં
જો એ તને તો ખબર નથી, પહોંચશે ક્યારે અને ક્યાં એની તને ખબર નથી
અંધારામાં હાંકે છે જ્યાં તું તારી ગાડી, રસ્તાની તો ત્યાં તને ખબર નથી
બેઠો છે જે ગાડીમાં તો તું, ચલાવવાની એને જો તારી પાસે શક્તિ નથી
હાલત તારી તો ગાડીની, છે એ ખરાબ કે સારી, જો તને એ ખબર નથી
જાણકારી વિના બેઠો છે જ્યાં તું ગાડીમાં, ગાડી તારી ત્યાં પહોંચવાની નથી
અધૂરી માહિતી સાથે ચાલશે જો તારી ગાડી, પહોંચવાની છે જ્યાં, ત્યાં પહોંચવાની નથી
પડશે જરૂર જે જે તને ગાડીમાં, જરૂર એની તો પડયા વિના રહેવાની નથી
ચાલશે તેજ કે ધીમી, તારા ને તારા વિના, આધાર બીજો રહેવાનો નથી
રોકીશ અને રોકાશે કેટલી, આધાર પહોંચવાનો, એના વિના તો ગણાવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)