રહેતાંને રહેતાં રહીશું, વિચલિત ને વિચલિત જીવનમાં તો જ્યાં
કેમ કરીને રે (2) જીવનમાં, પ્રભુને તો ભજી શકીશું - (2)
રહીશું ડૂબ્યા ને ડૂબ્યા જીવનમાં તો, ખૂબ આળસમાં તો જો
ડૂબ્યો ને ડૂબ્યો રહેશે રે જીવનભર જો તું, તૃષ્ણા ને તૃષ્ણામાં જો
રહેશે તણાતો ને તણાતો જીવનમાં તો તું, શંકા ને શંકામાં જો
છોડીશ ના જીવનમાં જો તું, પડયો રહીશ જીવનમાં, વીતેલી યાદમાં જો તું
છોડીશ નહીં રે, જગાવતો રહીશ હૈયામાં, ઇર્ષ્યાને ઇર્ષ્યા તું જો
ફરતું ને ફરતું રાખીશ તારા ચિત્તડાને ને મનડાને માયામાં તું જો
દુઃખદર્દને જીવનમાં, હૈયામાં ને હૈયામાં લગાડતો રહીશ તું જો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)