ભરી ભરી રે માડી, પાયા અમને રે તેં, તારા હેતના રે પ્યાલા
પીતા પીતા ના અમે ધરાયા, ના પાતા એને, હાથ તારા તો અટક્યા
સંસાર તાપમાં તપતાં અમારા મનડાને, મળ્યા નથી હેતના છાંયડા
સમજ્યા કે ના સમજ્યા ભલે રે અમે, તમે રહ્યા એ પાતા ને પાતા
રહી તું તો પાતી ને પાતી, રહ્યા તોય અમે તો પ્યાસા ને પ્યાસા
અસર તારા પ્યાલાની થઈ ના થઈ, રહ્યા ત્યાં અસરને અમે ધોતા ને ધોતા
થઈ તારા પ્યાલાની અસર જ્યાં પૂરી, પી શક્યા જીવનમાં કડવાશના ઘૂંટડા
થાતું ગયું જીવનમાં ત્યાં જીવનનું પરિવર્તન, અસરમાં ઘેરાયા જ્યાં તારા
રહ્યા જીવનમાં તારી માયામાં, તોય છાંટા માયાના તો ના ઊડયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)