આવું તો ધાર્યું ના હતું, આવું તો ધાર્યું ના હતું, આવશે પરિણામ આવું
બેફામ વર્તનથી મારા, સર્જાઈ જાશે, પરિસ્થિતિ વિકટ આવી તો જીવનમાં - આવું...
ધારીને જે કર્યું, ધાર્યું તોય ના થયું, અણધાર્યું થયું જીવનમાં તો એવું - આવું...
કરેલાં કાર્યોને, કરેલાં કર્મોના, આવશે પરિણામ એનું જીવનમાં તો આવું - આવું...
જીવનના જગમાં, લડતાં ને લડતાં, પહેરવી પડશે હારની રે વરમાળા - આવું...
ફુલની પાંખડી બની જાશે રે જીવનમાં, કાંટાની જીવનમાં એ તો શૈયા - આવું...
રચાતી ને રચાતી ગઈ દીવાલો તો હૈયામાં, જાશે બની તલવારની ધાર જીવનમાં - આવું...
મસ્ત મસ્ત, જીવનની મસ્તીમાં, થઈ જાશે રે દુઃખી રે, કોઈનું એમાં તો હૈયું - આવું...
મુખેથી નીકળતી, શબ્દોની શરણાઈઓમાંથી, નીકળશે રુદનના તો સૂરો - આવું...
પહોંચતાં પહોંચતાં તારી પાસે રે પ્રભુ, અમે તો એમાં, પરખાઈ તો જાશું - આવું...
કરી કરી સહન કષ્ટો રે જીવનમાં, બની કઠણ જાશે એમાં, મારું તો હૈયું - આવું ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)