આવ આવ રે આવ, તું આવ રે માત, છે આ રંગભરી નોરતાંની રાત
પહેરી લાલ લાલ ચૂંદડી, પહેરી લીલી રે ચોળી, ભરીને એમાં તો અનોખી ભાત
તારા બાળની રે સંગ, હૈયે ભરી ઉમંગ, ઘૂમજે રે ગરબે રે માડી, તું તો આજ
તારા પાયલના રે રણકારે, કરજે રે ચેતનવંતું, ત્રિભુવનને તું તો આજ
રમજે રાતભર તો તું માડી, ઉગાડજે અનોખી આનંદભરી તો આ રાત
દેજે હૈયેથી ભુલાવી અમને રે માડી, દેજે ભુલાવી સકળ દુઃખડાં તો તું આજ
ઠેસે ઠેસે દેતી જાજે, એવા રે તું તો તાલ, જઈએ ભૂલી અમે ભાર, કરજે અમારા એવા હાલ
આનંદની છોળે છોળે થંભી જાશે કાળ, થાશે ના વાંકો ત્યારે અમારો તો વાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)