કહેશો ના જીવનમાં રે મને, એમાં તો શું થયું, એમાં તો શું થયું
આ શબ્દોએ તો જીવનમાં રે મારા, મારા જીવનનું તો દાટ વાળ્યું
ગયો ભૂલી એમાં જીવન સુધારવું, જીવન તો જ્યાં આ વાક્યમાં તણાઈ ગયું
શિથિલ બની ગયા એમાં યત્નો મારા, આ વાક્યનું રટણ જ્યાં થાતું ગયું
મળ્યું ખોટું ઉત્તેજન જીવનને એમાં, કરવા જેવું જીવનમાં એમાં ના થયું
આ વાક્યનું રટણ જીવનમાં જ્યાં થાતું ગયું, જીવનમાં અધૂરું ઘણું રહી ગયું
સંતોષનું પ્રતીક જ્યાં એ ના બન્યું, આળસ ને બિનઆવડતનું આવરણ બન્યું
કરતા ને કરતા રહીએ, કર્મો ખોટાં કાર્યો ખોટાં, જીવનમાં કહેતાં રહીએ એમાં શું થયું
કરતા ને કરતા રહીએ, પ્રદર્શન મૂર્ખાઈનાં છે, કહેતાં રહીએ જીવનમાં એમાં તો શું થયું
પ્રભુ જોતો રહ્યો છે જગમાં આ બધું, ભવોભવના ફેરાનું ભાથું ઊભું એમાં થયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)