જોયું નથી, જાવું નથી જીવનમાં તો જ્યાં, તું જઈ રહ્યો છે ત્યાં
કરી કોશિશો ઘણી, ગતિ એની અટકાવવાની, ખેંચાઈ રહ્યો છે તું એમાં
સમજ્યો નથી, સમજાયું નથી તને જે જીવનમાં, કરી રહ્યો રે તું શાને આ
નાચ નાચ્યો ઘણા તું જીવનમાં, પડી ના સમજ કેમ નાચ્યો તું એમાં,
કરતો ને કરતો રહ્યો ઘણું જીવનમાં, થોડું ના સમજ્યા, બાકી નાસમજમાં
મળ્યું છે તને ઘણું રે જીવનમાં, શાને જલે છે તું અસંતોષની આગમાં
સીધા રસ્તે ચાલવું ભૂલી, શાને ડૂબી ગયો છે ખોટાં રસ્તે ચાલવામાં
નાસમજ અને નાદાની કરી જીવનમાં, શાને નોતરે છે મુસીબતો જીવનમાં
ભૂલી ઊડવું મુક્ત જીવનમાં, પસંદ કર્યું શાને પુરાવું પીંજરામાં
અટક્યો ના તું અટકાવવાથી, શાને ત્રાસી ને ત્રાસી ગયો રે એમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)