થાતા ને થાતા રહ્યા છે, જીવનમાં તો બસ ગોટાળા ને ગોટાળા
ડૂબતો રહ્યો માયામાં છે જીવનમાં, થાતા રહ્યા જીવનમાં એમાં ગોટાળા
વિચારોમાં અસ્થિરતા કરી જ્યાં ઊભી, ઊભા થાતા રહ્યા ત્યાં ગોટાળા
મનડાને ભમવા દીધું દસે દિશામાં, કરતું રહ્યું ઊભું એ તો ગોટાળા
ઇચ્છાઓ પરથી હટી ગયો કાબૂ જ્યાં જીવનમાં, કરી ગયા ઊભા એ તો ગોટાળા
ખોઈ બેઠો સમજશક્તિ જ્યાં જીવનમાં, કરી ગયા ઊભા એ તો ગોટાળા
વિકારોના ઘોડા રહ્યા ના હાથમાં તો જ્યાં, કરતા રહ્યા ઊભા એ તો ગોટાળા
આશાનાં પૂરો જ્યાં ઊછળતાં રહ્યાં હૈયામાં, કરી ગયાં ઊભા એ તો ગોટાળા
ક્રોધ ને ઇર્ષ્યાનાં પૂરને, રાખ્યાં ના કાબૂમાં, કરી ગયાં ઊભા એ તો ગોટાળા
દુર્ભાગ્યના પૂર, ધસતાં આવ્યાં જીવનમાં, ઊભા ને ઊભા થાતાં રહ્યા ગોટાળા
ભોગ શક્તિનો લેવાઈ ગયો જ્યાં જીવનમાં, થઈ ગયા ઊભા એમાં ગોટાળા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)