મળવું છે જીવનમાં તારે તો જેને, મળ્યો કેમ નથી તું તો એને
રહ્યો છે રાહ જોઈ જોઈ એ તો તારી, મળ્યો કેમ નથી હજી તું તો એને
કર્યો ના વિચાર કેમ આ તેં કદી, મળી નથી શક્યો કેમ તું એને
કરી ભૂલો જીવનમાં તેં તો એવી કેવી, કે ભૂલી ગયો જીવનમાં આ વાતને
ચૂક્યો જીવનમાં શું કોઈ તું રસ્તા, કે ગૂંથાઈ ગયો જીવનમાં એવો તું શાને
આવ્યા કે જાગ્યા મોકા જીવનમાં, ગયો ચૂકી જીવનમાં એને તો તું શાને
જીવનધ્યેય બનાવ્યું ના શું તેં એને, કે ગયો ભૂલી તું તારા ધ્યેયને
રોક્યો નથી કોઈએ એમાં તો તને, રોકવો છે અળવાને એમાં તું શાને
આવવા પાસે તો તારી જે તૈયાર છે, દૂર ને દૂર રાખ્યા છે એને તેં શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)