જીવનમાં આહ, આહ કરીને ના અટકી જાશો, ના અટકી જાશો
જીવન તો અચરજ વિના નથી કાંઈ બીજું, હરપળે અચરજ વિના મળશે ના બીજું
જોશે જગમાં જ્યાં જ્યાં, અચરજ વિના નથી કાંઈ બીજું, અચરજ વિના નથી કાંઈ હોતું
નાના અમથા બીજમાંથી થાય મોટું વટવૃક્ષ, અચરજ વિના બીજું છે આ તો શું
નાના બીજમાંથી માનવદેહ તો સર્જાયો, આ અચરજ વિના નથી કાંઈ બીજું
જોતા હશો જીવનમાં આ તો બધું, તોય અચરજ કેમ એનું નથી થાતું
જાણ્યું ના હતું જીવનમાં, ધીરે ધીરે જ્ઞાન એનું થયું, અચરજ વિના છે શું બીજું
શાંત એવા હિમાલય જેવા દિલમાં, જ્વાળામુખીનું મુખ દેખાતું, અચરજ વિના છે શું આ બીજું
ખૂટયાં નથી જળ સમુદ્રમાં ક્યાંય, અકાળનું દર્શન જગમાં થયું, અચરજ વિના છે શું આ બીજું
વસે છે માનવ આ ધરતી ઉપર, કેમ દરિયા ઉપર નથી વસતો, અચરજ વિના નથી આ બીજું
હરેક શ્વાસે શ્વાસે છે આ જીવન, મરણને સહુ આધીન થવું, અચરજ વિના નથી આ કાંઈ બીજું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)