હલેસા સંભાળ, હલેસા સંભાળ,માજી હલેસા સંભાળ
નાવડી તારી ડોલતીને ડોલતી જાય, હલેસા સંભાળ, માજી હલેસા સંભાળ
મોજે મોજે એ તો ઊછળતી જાય, જોજે હાથમાંથી તારા, સુકાન સરકી ના જાય
હશે પૂનમ તેજ કે અમાસનો ઘોર અંધકાર, ચારે બાજુ પાણીને વચ્ચે નાવ
જોશે જોર હાથમાં તારા, જોશે બળ તારા હૈયાંમાં, જોશે તને તો એના રે સાથ
જોજે છૂટે ના લક્ષ્ય આંખ સામેથી તારું, છે એ તારું બળ ને તારું તો સ્થાન
નીકળ્યો છે કરવા સાગર તું પાર, જોજે અધવચ્ચે તું ના તૂટી કે ડૂબી જાય
હશે દિવસ કે ઘોર અંધારીં રાત, છે ચારે બાજુ જળ ને છે જળ તારો તો આધાર
હશે ત્યાં તો કુદરતનો આધાર, હશે ત્યાં તો કુદરત તારી તો રક્ષણહાર
છિદ્રોપર રાખજે તું સતત ધ્યાન, જોજે નાવડીમાં તારી પાણી તો ના ભરાય
માગશે તારો પરિશ્રમ અથાગ, જોશે મહેનત તારી અથાગ, વળી ઉપરવાળા પર પૂરો વિશ્વાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)