રહેવું છે ને જીવવું છે, સુખમાં સહુએ તો જીવનમાં,
છે સપનું તો આ સહુનું સહુના જીવનમાં
પ્રભુ તારા સાથ વિના, સપનું તો આ જગમાં,
જીવનમાં તો કોનું પૂરું આ તો થયું છે
ભાગ્યના તો જોરે, સહુ આગળને પાછળ, વધ્યા કે હટયા છે,
સપનું તો ના આ કોઈનું અટક્યું છે
રહ્યાં છે રસ્તા સહુ સાચાને ખોટા, રહ્યાં છે લેતા,
જીવનમાં સહુ ક્યાંયને ક્યાંય અટક્યા છે
મળ્યું જીવનમાં સહુને તો જે જે સપનું, ના આ કોઈનું અટક્યું છે,
સપનું જીવનમાં કોનું પૂરું થયું છે
સપના જીવનમાં કંઈકના કંઈક થયા તો પૂરાં,
સપનું તોયે કોઈનું તો ના અટક્યું છે
થયું સપનું કોઈક તો પૂરું,
સપનું ફરી સરક્યું ફરી પાછું પાછું એ તો શરૂ થયું છે
કહે કોઈ, નથી સપનું કોઈ જીવનમાં એને,
એવું પણ સપનું તો આને આ તો રહ્યું છે
જોવાં કંઈક સપનામાં સુખના લિસોટા,
ખૂલી જ્યાં આંખો વિલીન એ તો થયું છે
છે સહુનું સપનું મોટું, મુક્તિનું તો જીવનમાં,
પ્રભુ તારા સાથ વિના અધૂરું એ તો રહ્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)