લાગે જીવનમાં તને રે જ્યારે, પ્રભુને મળ્યા વિના તો રહેવાતું નથી
પ્રભુ ત્યારે, તારાથી રે જીવનમાં તો, એ દૂર દૂર રહેવાના નથી
શ્વાસેશ્વાસમાં, સમયમાં સમયના, શ્વાસ તો મળ્યા વિના રહેતા નથી
નજરેનજરમાં જ્યારે, પ્રભુના આનંદના, પ્રવાહ મળ્યા વિના રહેતા નથી
તારા હૈયાની ધડકનમાંથી રે જ્યારે, પ્રભુના બોલ વિના બીજા બોલ નીકળતા નથી
તારા મુખેથી રે ત્યારે, પ્રભુની વાણી વિના બીજી વાણી નીકળતી નથી
તારા વિચારોમાં, પ્રભુના વિચારો વિના, બીજા વિચાર જ્યાં આવતા નથી
તારા હાથથી રે જ્યારે, સત્કર્મો વિના, બીજાં કર્મો તો જ્યાં થાતાં નથી
તારા હૈયામાં રે જ્યારે, પ્રભુના ભાવ વિના, બીજા ભાવ જ્યાં જાગતા નથી
તારી આંખમાંથી, પ્રભુના વિરહનાં આંસુ વિના, બીજાં આંસુ વહેતાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)