ચાહે છે તું તો જ્યારે, પ્રભુ તારી પાસે તો આવે
જીવનમાં હરદમ તો તું, પ્રભુને દિલથી તો તું ભજતો જા
ચાહે છે તું તો જ્યારે, જગમાં સહુ તારી પાસે તો આવે
જીવનમાં હરદમ તો તું, સહુની સાથે, હળીમળીને રહેતો જા
ચાહે છે તું તો જ્યારે, જીવનમાં કામ પૂરાં તારાં તો થાયે
જીવનમાં ત્યારે હરદમ તો તું, સમજીને પુરુષાર્થ તો તું કરતો જા
ચાહે છે તું તો જ્યારે, શાંતિ તારા જીવનમાં તો આવે
જીવનમાં તો ત્યારે, ઉપાધિઓ તો ખોટી તું છોડતો જા
ચાહે છે જીવનમાં તો તું જ્યારે, પ્રભુ સાથ તને તો આપે
જીવનમાં ત્યારે તો તું, અન્યને દિલથી તો સાથ તું આપતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)